બાળપણ બચાવો

બાળપણ કોને યાદ નથી રહેતું, હું કે તમે દરેક વ્યક્તિ જ્યારે મિત્રો કે સ્નેહીજનો પાસે બેઠા હોઈએ ત્યારે બાળપણની વાત માત્રથી જ ચહેરો કેવો ખિલી ઉઠે છે. પણ થોડું વિચાર્યું છે કે તમારા બાળકો તેમનું બાળપણ કેવી રીતે વાગોળશે? આ પ્રશ્ન પર કોઈ દિવસ વિચાર કર્યો છે…અરે દિવસ તો દૂરની વાત છે એક ક્ષણ માત્ર પણ વિચાર કર્યો છે?…

બાળક જ્યારે ગર્ભ માં હોય ત્યારથીજ તેને કઈ ઈગ્લિશ મીડીયમ સ્કૂલમાં મુકીશું તેની જ ચર્ચા કરવા લાગીયે છીયે, જાણે કે આપણે સ્કૂલને ડોનેટ કરવા માટે જ દીકરો કે દીકરી ને જણતા ન હોઈયે. અરે! તમે થોડું વિચારો તો ખરા કે બાળક તમારું ને તેને રમાડી જાય કોઈક બીજા? જેમ મોટા ગુનેગારોને કારા પાણીની સજા કરવામાં આવે છે તેમ તમે પણ બાળક ને બાળપણ માં સ્કૂલમાં મોકલી બાળકે આ દુનિયામાં જન્મ લેવાનો મોટો અપરાધ કર્યો હોય તેવુ વર્તન કરો છો, આ કારણે જ કદાચ બાળક આ દુનિયા માં જન્મ લેતા ગભરાતો હશે ને તેથી જ ઑપરેશન કરીને જ બાળકનો જન્મ કરાવવો પડે છે.

સ્કૂલ માં એક પ્રયોગ આવતો હતો કદાચ તમને ખ્યાલ હશે કે કોઈ લીલા છોડને બંધ પેટીમાં રાખવામાં આવે તો તેનો વિકાસ થતો નથી પણ અટકી જાય છે. અને એક ખાસ વાત તો રહીજ ગઈ કે આજની મમ્મી અરે! ભુલથી કહેવાઈ ગયું ‘મમ્મી’ નહી ‘મોમ’ (મમ્મી કે માં જેવા શબ્દો આજની નારી ને શોભે નહીં) બાળકને સ્કૂલ માં મોકલતા પહેલાતો તેને મારી મારી ને પોપટીયો બનાવીજ દીધો હોય અને બધાને કહેતી ફરે ‘ હજુ સ્કૂલમાં ય નથી મુક્યોને એબીસીડી કરકરાટ બોલે છે ને બધા પ્રાણીયો ના નામ અંગ્રેજી મા બોલે છે.’ અરે! તે એ નથી જાણતા કે તેમને બાળકનું બાળપણ છીનવીને એબીસીડી શિખવી છે. આ બધું હું હવામાંજ નથી કહેતો,

આ વિશે મારો એક અનુભવ કહું છું — હું ટીચર છું. મલેશિયન કંપની દ્રારા ચાલતો મગજનો સર્વાગી વિકાસ કરતો કોર્ષ UCMAS ચલાવું છું. UCMAS ના ગણા ફાયદા માં એક ફાયદો છે કે બાળક ની કેલ્ક્યુલેશન ની સ્પીડમાં વધારો થાય છે.—
એક દિવસ આસૂ (નામ બદલેલ છે)અને તેની મમ્મી સીમાબેન(નામ બદલેલ છે) ઑફીસ પર આવ્યા, મે તેમને બેસવાનુ કહ્યું પણ બેસવાનુ તો બાજુમાં રહ્યું સીમાબેન મારા પર તૂટી પડ્યા- “ સર તમે તો કહેતા હતા કે દરેક બાળકનું મગજ ડેવલોપ થાય છે અને આસૂની કેલ્ક્યુલેશન ની સ્પીડમાં વધારો થયો છે પરંતુ તેને તો કંઈજ નથી આવડતું,કાલે મહેમાનો આગળ મારુ નાક કપાવી નાખ્યું ” સીમાબેન એકી શ્વાસે બોલી ગયા. હું સાંભળતો જ રહી ગયો મે કહ્યુ તેવું ના બને અને હું આસૂ ને ભણાવુ છું મને તે તો ખ્યાલછે જ કે આસૂ મેન્ટલી 1 & 2 Digit 20 Rows કરે છે ને મલ્ટીફિકેશન તો ચપટી વગાડતાજ આન્સર આપી દે છે. સીમાબેન સાથે થોડી વાર વાતચીત કરી, તેમને કહ્યુ કે જો નહી આવડતું હોય તો હું ફરીથી શિખવી દઈશ, આસૂ તો એટલો ડરી ગયો હતો કે તેનુ શરીર ધ્રુજવા લાગ્યુ હતું, તેની મમ્મી ગયા પછી મે આસૂ સાથે બીજી ગણી બધી વાતો કરી ને તે થોડો હરવો થયા પછી મે તેને થોડા સમ્સ(દાખલા) પૂછ્યા બધા સમ્સના આન્સર સાચાજ પડતા હતા. હું વિચાર કરવા લાગ્યો તેની મમ્મી તો કહેતી હતી કે તેને તો કંઈજ નથી આવડતું, મે આસૂ ને વાતવાત માં પૂછ્યુ – “ બેટા કાલે કેમ આન્સર ખોટા પડતા હતા ”
તે થોડો ખચકાયો પણ ધીરેથી બોલ્યો – “ સર મમ્મી મને રમવાજ નથી દેતી ”
મે ફરીથી કહ્યુ “ પણ બેટા, આન્સર કેમ ખોટા પડતા હતા.”
તે મારી સામે જોઈને બોલ્યો “ મમ્મી એ કાલે ત્રણ ચાર વાર રમતા રમતા બોલાવ્યો હતો.”
મે પૂછ્યુ “ કેમ ”
તેને કહ્યું “ મારા ઘરની બાજુ માં લગ્ન હતા તો જેટલી વાર મહેમાન ઘરે આવે કે તરતજ મમ્મી મને બોલાવી લેતી ને મહેમાન ની આગળ સમ્સ પૂછવા બેસી જતી ”
હું અવાક રહી ગયો, મને ખૂબજ આગાત લાગ્યો કે અરે! માતા-પિતા પોતાની પ્રતિષ્ટા વધારવા બાળકનું બાળપણ છીનવે શકે છે. તે કોઈ રોબટ છે કે જે આવે તેની આગર ઉભુ કરી દેવાનું પ્રતિષ્ટા વધારવા માટે. હું સમજી ગયો કે આસૂ ના આન્સર કેમ ખોટા પડતા હતા?…

Advertisements

8 ટિપ્પણીઓ (+add yours?)

 1. pravinshah47
  ફેબ્રુવારી 01, 2011 @ 16:13:01

  બાળકનો નાનપણમાં કુદરતી રીતનો જ વિકાસ થવા દેવો જોઈએ. જો તેનું બાળપણ છીનવી લઈશું તો તેણે બાળપણનો લ્હાવો લેવાનું ક્યારે મળશે ? આસુભાઈ, તમારી વાત બિલકુલ સાચી છે.

  પ્રવીણ શાહ

  જવાબ આપો

 2. નટખટ સોહમ રાવલ
  ફેબ્રુવારી 07, 2011 @ 17:26:53

  પહેલી જ પોસ્ટ દિલને અડી જાય એવી.!
  ખુબ સરસ પ્રયત્ન અમિતભાઇ…

  જવાબ આપો

 3. alplimadiwala
  ફેબ્રુવારી 15, 2011 @ 05:55:49

  very good article i totaly agree with you. if some one is responsible for spoiling our kids education than it is the we parents are responsible for it. We don’t allow our child the the way they want to grow.i don;t understand that who are we ? (up to certain age it is fine that we have to decide but what after he grows up? ) to decide about he child’s career/future.

  Normally what we are are doing is we are forcing our un full filled wishes on our child.

  manish shah
  http://www.alplimadiwala.wordpress.com

  જવાબ આપો

  • અમિત પટેલ
   ફેબ્રુવારી 15, 2011 @ 15:54:36

   આભાર મનિષભાઈ, તમે મારી સાથે સહમત છો તે જાણીને આનંદ થયો, તમારી વાત સાચી છે, આજકાલ ના માતા પિતાઓ પોતાના બાળક પર અધિકાર નો રોપ ચલાવી ને તેના ભવિષ્યને સારું બનાવવાની ધેલસા માં બાળકને જ ખોઈ બેસે છે, ને પછી પસ્તાવાનો વારો આવે છે.

   જવાબ આપો

 4. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ
  નવેમ્બર 04, 2011 @ 10:29:52

  આદરણીયશ્રી. અમિતભાઈ

  બાળકનું બાળપણ છીનવી લેવાથી માત્ર શિક્ષણમાં બાળક આગળ આવી જતુ નથી.

  બાળકને બાળપણ માણવા દેવુ એજ સાચુ શિક્ષણ છે, ભાઈ મારા મતે તો…?

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: